શું તમે શોધી રહ્યા છો – The Richest city in Gujarat – Dharmaj information in Gujarati 2023
પછી તમે યોગ્ય સ્થાને છો.
The Complete and Official Information of The Richest city in Gujarat – Dharmaj information in Gujarati 2023
The Richest city in Gujarat – Dharmaj information in Gujarati
આમ જોવા જઈએ તો આ પ્રશ્ન ના જવાબ માટે ઘણા શહેરો નું મૂલ્યાંકન કરવું પડે અને અંતે જવાબ કદાચ આ પ્રમાણે હોઈ કે રાજકોટ, બરોડા કે સુરત, અમદાવાદ નો નંબર આવે.
પણ જાણી ને નવાઈ લાગે એવી વાત એ છે કે ગુજરાત નું ધનિક શહેર આમાંનું એક પણ નથી કેમ કે સામાન્ય રીતે જુઓ તો ત્યાંની વસ્તી અને એ શહેર ની માથાદીઠ આવક નો સરવાળો કરવો પડે તો એ શહેર ને આપણે ધનિક શહેર માનીશકીયે તો એ હિસાબ જોતા અમદાવાદ અને સુરત આવક ની દ્રષ્ટિ એ ટોચ પર હોઈ શકે પણ માથાદીઠ આવક ના સરવાળા માં એ નીચે આવી જાય કેમ કે આ શહેરો માં વસ્તી પણ એટલીજ વધુ છે અને તેમાન મોટાભાગના લોકો ની આવક એ શહેર ના પ્રમાણ માં સામાન્ય ગણી શકાય.
એટલે આશ્ચર્યજનક રીતે આ હરીફાઈ માં એક નાનું એવું નગર બાઝી મારિજાય છે જેનું નામ છે ધર્મજ …!!
જી હા કેમ કે ધર્મજ ના દરેક ઘર દીઠ ઓછામાં ઓછા એક સભ્ય NRI છે અને તેઓ ત્યાંથી ખૂબ ડોલર અહીં મોકલે પણ છે અને સ્થાનિક સંસ્થાઓ માં પણ એટલુંજ દાન કરે છે જેથી અહીં તમને તમામ વ્યવસ્થા પણ દેખાઈ છે અને દરેક લોકો ની જીવનશૈલી પણ ખૂબ સરસ કહી શકાય તેવી કક્ષાની છે, એટલે કે અહીં તમને સામાન્ય કહી શકાય તેવી એક પણ વ્યક્તિ જોવા કદાચ નહીં મળે અને માથાદીઠ આવક પણ ગુજરાત ના અન્ય મોટા શહેરો ની તુલના માં ખાસ્સી વધુ છે, જે મોટા શહેરો જેમ કે રાજકોટ, સૂરત, અમદાવાદ કરતા પણ વધુ છે.
ઉપર આપેલ જવાબ મારી જાણકારી મુજબ છે કદાચ તેમાં માહિતીનો અભાવ હોય શકે જેનામાટે મેં ઇન્ટરનેટ કે અન્ય માહિતી ની ખરાઈ કરી નથી તો ખૂટતી માહિતી કોમેન્ટ માં આપી ને સુધારા વધારા નું સૂચન આવકાર્ય છે🙏
તા.ક. આ લખાણ ને લગભગ એક વર્ષ પછી પાછો અપડેટ કરવાનું કારણ એ કે ઘણા વાંચક મિત્રો ની ટિપ્પણી માં લખ્યું છે કે માધાપર, તો કોઈ કહે છે કે બલધિયા વગેરે પણ મિત્રો એક વાત એ માહિતી સાથે એ પણ ખાસ વાંચજો કે ત્યાં લખ્યું હશે કે in terms of bank deposits તો એનો મતલબ એ થયો કે ત્યાં ના લોકો હજી બેન્ક માં પૈસા ભર્યા છે નહીં કે શહેર માં લિકવિડ એટલે કે ફરતો રૂપિયો છે કે વાપરે છે. જ્યારે ધર્મજ એવું ગામ છે કે જે લગભગ 80 ની સાલ થી આમિર શહેર માં નામ છે અને કદાચ 2005 સુધી એશિયા માં સૌથી વધુ બેન્ક ડિપોઝીટ ધરાવતું ગામ હતું પણ જે NRI છે એમની નવી પેઢી આવી તેમને અને જે નિવૃત્ત થઈ પાછા ગામ માં રહેવા આવ્યા તેમને સુજબૂજ થી પૈસા ગામ ના વિકાસ માં વાપર્યા અને એના લીધે ગામ ને ચરોતર ના પેરિસ ની ઉપાધિ મળી હવે આ બિરુદ એમને એમ તો આપવામાં નથી આવ્યું!!
અને એ વાત માં કોઈ શાક નથી કે બલધિયા અને માધાપર સમૃદ્ધ છે પણ એની સમૃદ્ધિ હજી એટલી નથી દેખાતી જેટલી ધર્મજ વિષેના ખાલી લખાણ માં પણ દેખાઈ આવે છે. તે ગામ સ્વચ્છ છે આધુનિક મકાનો રસ્તા વગેરે છે પણ વ્યવસ્થા માં એ ધર્મજ થી હજી એક દસકો પાછળ છે.
અને એક મિત્ર તો થોડા ગરમ થયી ને લખ્યું કે ભાઈ ચરોતર ની તમાકુ અને બીજી વસ્તુ કચ્છ ના બે મોટા બંદરો જે એશિયા ના મોટા બંદર છે ત્યાં થઈ ને વિદેશ જાય છે તો એ મિત્ર ને કદાચ શાંઘાય કે હોંકોંગ પોર્ટ વિશે ખબર નહીં હોય કે પછી એશિયા ના જેબર અલી પોર્ટ નું નામ વાંચવા માં ન આવ્યું હોય એમ બને બાકી ભારત માં જ એની સમકક્ષ કે એ થી મોટા ઈવા JNPT મુંબઇ અને વિઝાગ પોર્ટ અસ્તિત્વ ધરાવે છે. અને તમાકુ માટે અમદાવાદ ICD પણ છે સાથે ગુજરાત માં જ કચ્છના પોર્ટ જેટલું કહીશકાય તેવું એક બંદર પીપાવાવ પણ છે જે પ્રાઇવેટ પોર્ટ હોઈ તેની ગણના સામાન્ય રીતે અપણે કરતા નથી હોતા.
તો અંત માં કહેવાનું એ જ કે બીજા બધા વિચાર કરીએ મતલબ કે માથાદીઠ આવક જનસંખ્યા તેની સરેરાશ આવક વગેરે તો બ્લેક મની અને તે શહેર ના ગરીબી રેખા નીચે જીવતા લોકો નો પણ વિચાર કરવો પડે તો એ હિસાબે ગુજરાતમાં ભાવનગર, રાજકોટ, બરોડા, અમદાવાદ અને સુરત આ શહેરોમાં હરીફાઈ થયી જાય કેમ કે રાજકોટ એન્જીનીયરીંગ માં પુરા ભારત માં અવવલ છે જ્યાં ઘણી મોટી કંપનીઓ છે તો અમદાવાદ બરોડા માં તે કંપની ની હેડ ઓફિસો તો સુરત આવક અને બ્લેકમની માં બાઝી મારી જાય ત્યાંના મોટી આવક વાળા બોસ મૂળ ભાવનગર જીલ્લા અને અમરેલી ના તો તેની આવક અહીં દેખાઈ ઉપરાંત ભાવનગર માં અલંગ માં જહાજ ભાંગવા ના વાડા વાળા હજારો કરોડ ની સંપત્તિ ધરાવે છે સાથે જે જાહેર કરે છે તેના કરતાં વધુ બ્લેક છે જે સર્વજન સામાન્ય જાણે છે. તો આ હિસાબે કદાચ ભાવનગર માંથી કે રાજકોટ માં ગુજરાત ના કોઈ પણ બીજા શહેર કરતા વધુ સંપત્તિ નીકળી આવે. એટલે એવું નથી કે બેન્ક માં જમા વધુ છે તો તે શહેર અમિર છે.
આમિર તે છે જે કમાઈ છે અને વાપરી જાણે છે તો આપણ એક વાત છે કે મેં અહીં ખાલી ધર્મજ વિશે જ ઉલ્લેખ કર્યો છે. – Credit – Ashokkumar Nimavat