ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબ રાજકોટના છે.
વિજય રૂપાણી સાહેબનો જન્મ બર્મામાં થયો છે 2 ઓગસ્ટ 1956માં બર્માના રંગુનમાં વિજય રૂપાણીનો જન્મ થયો હતો.
1960માં પરિવાર સાથે રાજકોટ આવ્યા હતા. ત્યારથી રાજકોટમાં જ રહે છે. તેઓ વિદ્યાર્થી કાર્યકાળથી જ રાજકારણ અને સામાજીક કાર્યને વરેલા છે. તેમણે બી.એ.એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે.
વિજય રૂપાણી ભારતીય જનતા પક્ષનાં રાજનેતા છે. પશ્ચિમ રાજકોટનાં પ્રતિનિધિરૂપે એ ગુજરાત વિધાનસભાનાં સદસ્ય છે. એમણે ૭ ઓગસ્ટ ૨૦૧૬ ના રોજ ગુજરાત રાજ્યના સોળમાં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ ભારતીય જનતા પક્ષનાં રાજ્યાધ્યક્ષ પણ છે.

- વિજય રૂપાણીએ બીએ એલએલબીનો અભ્યાસ કર્યો છે.
- વિજય રૂપાણી સૌરાષ્ટ્રથી આવે છે જ્યા જૈન લોકોને માનનારા લોકો વધુ છે. વિજય રૂપાણી પણ જૈન સમુહમાંથી છે.
- વિજય રૂપાણીએ એક વિદ્યાર્થી નેતાના રૂપમાં પોતાનુ કેરિયર સ્ટાર્ટ કર્યુ હતુ.
- વિજય રૂપાણીએ 1971માં જનસંઘને જોઈન કર્યુ હતુ.
- રૂપાણી સાહેબ રાજકોટથી ધારાસભ્ય છે અને આ પહેલા ભાજપા મહાસચિવ અને રાજ્યસભા સાંસદ રહી ચુક્યા છે.
- સ્વચ્છ છબિ મોહક વ્યક્તિત્વ અને વ્યવસ્થિતિ કામ કરનારા રૂપાણીને પીએમ મોદી અને અમિત શાહના ખૂબ નિકટસ્થ માનવામાં આવે છે.
- આ કારણે વિજય રૂપાણી 2017 વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા પાર્ટી અધ્યક્ષ પસંદગી પામ્યા હતા. યુવઓમાં પણ વિજય રૂપાણી ખૂબ લોકપ્રિય છે.
- ગુજરાત બીજેપીના અધ્યક્ષ હોવાની સાથે સાથે ગુજરાત સરકારમાં ટ્રાંસપોર્ટ મંત્રી પણ રહ્યા છે અને તેઓ ગુજરાતના રાજકારણને સારી રીતે સમજે છે.
- કેશુભાઈ પટેલના જમાનાથી પાર્ટીએ તેમને મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ બનાવ્યો હતો.
- 60 વર્ષ વિજય રૂપાણી ગુજરાત બીજેપીના 10માં અધ્યક્ષના રૂપમાં પદ સાચવી રહ્યા હતા.
- રૂપાણીએ 2007 અને 2012ના વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ખૂબ સારા ચૂંટણી મેનેજમેંટ કર્યો હતો. જ્યા ભારે માત્રામાં બીજેપીની જીત થઈ હતી.
- મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગયા બે વર્ષ પહેલા પોતાના પ્રથમ મંત્રીમંડળ વિસ્તારમાં વિજય રૂપાણીને ટ્રાંસપોર્ટ, વોટર સપ્લાય, શ્રમ અને રોજગાર જેવા વિભાગોની જવાબદારી સોંપી હતી.
- વિજય રૂપાણી વિશે કહેવાય છે કે તેમના પ્રદેશના બધા મુખ્યમંત્રીઓ સાથે સારા સંબંધ રહ્યા છે. કોઈ પ્રકારના વિવાદમાં તેમનુ નામ ખૂબ ઓછુ સાંભળવામાં આવ્યુ છે.
કોમન મેન જેવું જીવન જીવતા ગુજરાતના CM

કોમન મેન જેવું જીવન જીવતા વિરૂએ કાર્યકર અને સંઘથી ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો. તે શહેરના પોશ વિસ્તાર ગણાતી પ્રકાશ સોસાયટીમાં રહે છે. સીએમ બન્યાં બાદ ભલે તે ગાંધીનગર સીએમ બંગલોમાં રહે પરંતુ આજે પણ રાજકોટનું ઘર ખુલ્લું જ હોય છે. સમયાંતરે તેમના પત્ની અંજલીબેન રૂપાણી અહીં આવતા રહે છે.

તેઓ 24 વરસથી આ 3 BHK ઘરમાં જ રહે છે. ઘરનું નામ દીકરા પુજીતના નામ પરથી રાખવામાં આવ્યું છે. ઘરમાં ત્રણ રૂમ છે. ઘરની આગળના ભાગમાં ઝુલો છે.

ઘરમાં જતા ફળિયું, ફળિયામાં ઝુલો, હોલ-રસોડું અને ઉપર-નીચે બે રૂમ વિજયભાઇનું ઘર સોસાયટીમાં કાટખૂણા પર આવેલું છે. ફળિયામાં કુંડામા છોડ વાવ્યાં છે. જે ઘરની શોભા વધારે છે. અંદર પ્રવેશતા જ ફળિયામાં ઝુલો છે. સૌ પ્રથમ હોલ આવે ત્યારબાદ રસોડુ અને નીચે જ એક રૂમ. હોલમાંથી સીડી પસાર થાય છે જે ઉપરના બે રૂમ તરફ લઇ જાય. ઉપરના રૂમમાં પણ આગળના ભાગે ગેલેરી આવે છે. કોમન મેનને હોય તેવું જ ઘર છે. કોઇ મોંઘુદાટ રાસરચીલું કે શો પીસ લગાવાયા નથી.

24 વર્ષ જેટલા સમયથી અહીં જ રહે છે, ઘરનું નામ છે દીકરાના નામ પરથી વિજયભાઇ જ્યારે રાજકોટમાં કાર્યકર હતા ત્યારે પણ અહીં જ રહેતા હતા. અંદાજે 24 વર્ષથી રહેતા એટલે તેઓએ આ જ ઘરમાં તેમને અનેક ઉતાર ચડાવ જોયા છે. તેમના ઘરનું નામ પુજીત છે. પુજીત તેમના દીકરાનું નામ છે. જે નાનપણમાં એક અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો.
રાજકોટમાં તેના નામે પુજીત રૂપાણી ટ્રસ્ટ કાર્યરત છે. તે ગરીબ અને જરુરિયાત મંદ લોકોની સેવાથી લઇ અનેક પ્રવૃતિઓ પણ કરે છે.
વિજયભાઈ રૂપાણી* ૦૭-૦૮-૨૦૧૬થી….

આનંદીબહેનના રાજીનામા પછી તેમના અનુગામી માટે ભારે રહસ્ય રહ્યું. છેવટે વિજયભાઈ રૂપાણીને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. તેઓ ભાજપ ગુજરાતના પ્રમુખ હોવા ઉપરાંત આનંદીબહેન સરકારમાં મંત્રી પણ હતા. રાજકોટના આ ધારાસભ્ય કુશળ સંગઠક ગણાય છે. તેમણે ખૂબ જ નાજુક સ્થિતિમાં મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. પાટીદાર આંદોલન અને દલિતોના પ્રત્યાઘાત તેમને ઝિલવાના છે.

તેમની સાથે નીતિનભાઈ પટેલને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. તેમનું નામ મુખ્યમંત્રી તરીકે બોલાતું હતું. તેઓ અનુભવી મંત્રી છે. પાટીદારોની લાગણીને સાચવવા તેમને આ જવાબદારી સોંપાઈ હોય તેવી પણ ચર્ચા છે. એક-સવા વર્ષ પછી સપ્ટેમ્બર-૨૦૧૭માં આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમણે સતત કામ કરવું પડશે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય હતાં ત્યારથી વિજય રૂપાણી પોતાના જીવનને સાવર્જનિકપણે જીવવા લાગ્યા. પછી તે રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ સાથે અને જનસંઘ સાથે જોડાયા. ભારતીય જનાત પક્ષનાં સ્થાપનાનાં સમયથી અર્થાત્ ૧૯૭૧ વર્ષથી વિજય રૂપાણી પક્ષનાં કાર્યકર્તા છે. ૧૯૭૬ વર્ષે રાષ્ટ્રિય કટોકટી વખતે વિજય રૂપાણી ભાવનગરનાં અને ભુજ-મહાનગરનાં કારાગારમાં બન્દી હતા.

એ બંને કારાગરોમાં એ ૧૧ માસ સુધી હતાં. વિજય રૂપાણી ૧૯૭૮ વર્ષથી ૧૯૮૧ સુધી રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘના પ્રચારક પણ હતાં. ૧૯૮૭ વર્ષે રાજકોટ મહાનગરપાલિકામાં સભ્ય તરીકે ચુંટાયા અને જલ નિકાસ સમિતિનાં અધ્યક્ષ બન્યા. સમનન્તર વર્ષે એ રાજકોટ મહાનગરપાલિકાનાં સ્થાયી સમિતિનાં અધ્યક્ષ બન્યા. એ પદ પર તેઓ ૧૯૮૮ થી ૧૯૯૬ સુધી આરૂઢ હતા. વચ્ચે ૧૯૯૫ માં વર્ષે એમનું રાજકોટ મહાનગરપાલિકાનાં સ્થાયી સમિતિનાં અધ્યક્ષત્વે પુનઃ ચયન થયું.

પછી એમણે ૧૯૯૬ થી ૧૯૯૭ પર્યન્ત રાજકોટ મહાનગરનાં મેયર તરીકે પણ કાર્ય કર્યું. પછી ૧૯૯૮ વર્ષે ભાજપ-પક્ષનાં ગુજરાત રાજ્ય વિભાગનાં વિભાગાધ્યક્ષ થયા. જ્યારે કેશુભાઈ પટેલ ગુજરાત રાજ્યનાં મુખ્યમન્ત્રી હતા, ત્યારે વિજય રૂપાણીએ ઘોષણાપત્ર સમિતિનાં આધ્યક્ષનું વહન કર્યું. ૨૦૦૬ વર્ષે ગુજરાત પર્ટન વિભાગનાં અધ્યક્ષ બન્યાં. ૨૦૦૬ – ૨૦૧૨ એ રાજ્યસભાનાં સદસ્ય હતા.

જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યનાં મુખ્યમન્ત્રી હતા, ત્યારે વિજય રૂપાણી ભાજપનાં ગુજરાતવિભાગનાં ચાર વાર અધ્યક્ષ, ગુજરાત મહાનગરપાલિકાનાં વિત્તવિભાગનાં અનેકવાર અધ્યક્ષ (૨૦૧૩) બન્યા. ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૬ ના રોજ વિજય રૂપાણી ભાજપનાં ગુજરાત વિભાગનાં અધ્યક્ષ બન્યા.
એમનાં પૂર્વ એ પદે આર્. સી. ફાલ્ડુ આરૂઢ હતા. ૨૦૧૪ અગસ્ત માસમાં જ્યારે ગુજરાતવિધાનસભાનાં વક્તા વજુભાઈ પશ્ચિમ રાજકોટનાં વિધાયકત્વે ત્યાગપત્ર આપી કર્ણાટક -રાજ્યનાં રાજ્યપાલ બન્યા, ત્યારે ભાજપ-દળદ્વારા વિજયનું નામાંકન એ રિક્ત સ્થાનની પૂર્તિ માટે થયું.

૧૯ ઓક્ટોબર ૨૦૧૪ ના રોજ વિધાયક પદનાં નિર્વાચનમાં વિજય રૂપાણી બહુમતે જિત્યા.