Free & Cheapest Book Store in Gujarat
જો તમે ગુજરાતી છો તો એક વાત પાક્કી છે કે ખરીદી કરતી વખતે આપ બહુ ચાલાકી વાપરવાના અને તમારો ગુજરાતી હોવાનો પુરાવો આપવાના તો ચાલો આજ હું તમને કેટલાક એવા સ્થળો વિશે જણાવીશ જે તમારી બચત માં વધારો કરી શકે છે તમારે સસ્તાં પુસ્તકો ખરીદવા હોય તો શું કરવું ચાલો આજે જાણીએ એવી કેટલીક જગ્યાઓ જ્યાં Book FREE અને સસ્તાં ભાવે મળી રહેશે..
૧. અમદાવાદ સાબરમતી નદી ખાતે ભરાતી રવિવારી બજાર

Free Book Store in Ahmedabad. અહીંયાં તમને લગભગ બધી જ પરીક્ષા ઓ માટેની બુક્સ, સાહિત્યકારો ની નવલકથા , અંગ્રેજી સાહિત્યકારો ની નૉવેલ ,બાળકો માટે બાળ સાહિત્ય ના પુસ્તકો, જૂના ધાર્મિક ગ્રંથો અને બીજું ઘણું બધું પણ આમાં શરત માત્ર એટલી છે કે આ બધું જુની બુક હોય છે નવી બુક્સ નથી મળતી અને મળે તો એનું બહુ ઓછું હોય છે .એક રીતે કહીએ તો જુનો માલ હોય છે બાકી જો તમારા માં આવડત હોય તો બહુ નજીવા ભાવે તમે Books ખરીદી શકો છો. અહી તમે બહુ જૂના સાપ્તાહિક જુની પૂર્તિ જૂના Magazine અને બીજું ઘણું બધું મેળવી શકો છે .અને સસ્તાં માં Stationary Items પણ મળી રહે છે. પણ તેની ગુણવત્તા પણ એની કિમ્મત જેવી જ હોય છે.
૨.સાહિત્ય મંદિર બુક સ્ટોર Star Bazaar Ahmedabad

આ જગ્યા નું લોકેશન એટલું આલીશાન છે કે તે અમદાવાદ ના એક પોશ વિસ્તારમાં અને SPIPA જેવી મશહૂર સંસ્થા થી પગપાળા પહોંચી શકાય એટલી દુરી પર આવેલું છે. આના લીધે ત્યાં તમને ક્યારેક જ ખાલીપો જોવા મળે બાકી તો માનવ મહેરામણ માં હોઈએ એવું જ લાગે .આ સાથે જ આ એવી જગ્યા છે જ્યાં UPSC GPSCની ભાગ્યે કોઈ એવી બુક હશે જે આ સ્ટોર માંથી આપણને ના મળી રહે બાકી એક ખાસિયત છે કે સ્પર્ધાત્મક પરીક્ષા ની બુક પુસ્તકો લેવાની વાત હોય એટલે સાહિત્ય મંદિર નું નામ હંમેશા વિદ્યાર્થી ના મોઢે ગુંજતુ જ હોય.
મટીરીયલમાં પછી એ કોઈ દિલ્હી ની નામચીન કલાસનું મટીરીયલ હોય કે પછી હોય ક્લાસ૩ ની પરીક્ષા માટે વંચાતી જ્ઞાન એકેડમી,ભાવિક મારું ,યુવા ઉપનિષદ્સુરત , વર્લ્ડઇનબૉક્સ અને લીબર્ટી જેવી તમામ પ્રકાશનના અઢળક પુસ્તકો મળી રહે છે. મજાની વાત તો એ છે કે આ બધી પુસ્તકો સાવ નજીવા દરે મળી રહે છે જે બજાર ભાવ કરતાં ૩૦થી ૪૦ટકા જેટલું DISCOUNT આપવામાં આવે છે. અને તે આપના ખિસ્સાં ને પરવળે એવું પણ હોય છે.બીજી કોઈ જગ્યા પર આ લેવો જઈએ એક બુક ઓછી આવે ઉપર થી ખિસ્સા પર ભાર તો સરખો જ પડે .જો તમારે અમદાવાદ જવાનું હોય અને પુસ્તક લેવાની હોય તો આ સ્થળની મુલાકાત જરૂર લેશો અને છેલ્લે આપને રહ્યા ગુજરાતી એટલે ભાવ તાલ માં તો ક્યારેય પાછા તો નહિ જ પડીએ
૩.જલારામ બુક સ્ટોર અને Gvbooks.in (gujratividyarthi.in) GANDHINAGAR

Free Book Store in Gandhinagar. ગાંધીનગર જેવા સ્પર્ધાત્મક પરીક્ષા માટે ના હબમાં હજારો ની સંખ્યા માં વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય અને સ્વાભાવિક છે કે તેમને એમના અભ્યાસ માટે પુસ્તકો નીજરૂરિયાત રહેવાની. તો વિદ્યાર્થીઓની આ મીઠી તરસ છુપાવાનું કામ gvbooks અને જલારામ બુક સ્ટોર બખૂબી નિભાવી રહ્યા છે. તમને ઓછા માં ઓછું ૩૦થી ૪૦ટકા ના દરે નવી નક્કોર પુસ્તકો મળી રહે છે .

જલારામ બુક સ્ટોર ગાંધીનગર ના સેક્ટર ૧૦મીના બજાર તરીકે ઓળખાતા વિસ્તાર માં આવેલી છે અને ત્યાં બાજુમાં જ જૂનું સચિવાલય પાઠ્ય પુસ્તકમંડળ અન્ય કચેરીઓ આવેલી હોવાથી ઘણાં અધિકારી મિત્રો નો પણ પુસ્તકો લેવા માટે ઘસારો રહેતો હોય છે.અને વાત રહી gvbooks.comની તો એમની આગવી વિશેષતા છે કે તેઓ બુક્સ ઉપર Discount તો આપે જ છે પણ સાથે સાથે ગુજરાત ના કોઈ પણ ખૂણે આપને જોઈતું પુસ્તક ની delivery ની સુવિધા પણ છે.આ સુવિધા ઘણાં દૂર છેવાડાનાંમાં રહેતા વિધાર્થી મિત્રોમાં સુવિધા જનક છે .અને આ સુવિધા નો લાભ આજે લાખો વિદ્યાર્થી આનંદ સાથે લઈ રહ્યા છે.
૪.સહજાનંદ લાઈબ્રેરી ભુજ કચ્છ

Free Book Store in Bhuj સહજાનંદ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા ચાલતી આ લાઈબ્રેરી કચ્છ ની પુસ્તક પ્રેમી જનતા માટે જાણે વરદાન હોય એવું લાગે છે.એમના દ્વારા એક યોજના બહાર પડાઈ છે જેનું નામ છે.“સહજાનંદ પુસ્તક મિત્ર યોજના “જે અંતર્ગત તેઓ ૧૫થી ૭૦ % ના રાહત દરે પુસ્તકો વાચકો સુધી ઉપલબ્ધ કરાવે છે એમની વિશેષતાએ છે કે ત્યાં હિન્દી ઇંગ્લિશ ગુજરાતી અલગ અલગ ટોપિક પર બધી જ પુસ્તકો ત્યાં ઉપલબ્ધ છે .આ એક દિલ થી શરુ કરેલ યજ્ઞ થી ઓછું કશું જ નથી .ભુજ ના પ્રસિદ્ધ હીલગાર્ડન ના રસ્તે અને મિરઝાપર રસ્તા પર આવેલું આ રમણીય સ્થળ પુસ્તક પ્રેમીઓ માટે સ્વર્ગસમાન જગ્યા છે. આ સંસ્થા દ્વારા અન્ય ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ પણ હાથ ધરાય છે જે કાબિલે તારીફ છે.
૪. E-Books, Free books on Amazon kindle

Free eBook Download.. આજના આ ડિજિટલયુગ માં હવે BOOKS પણ ડિજિટલ બન્યા છે . માનવીએ પોતાની સગવડ એમાં પુસ્તકો નો જે જુનો ભાવ હતો માનવી સાથે એ છીનવાય ગયો.અને એનું સ્થાન લીધું આજની ડિજિટલ બુક્સ એ સાથે સાથે એ પણ જોવું રહ્યું ગમે તેટલું આધુનિક થઈ જાય આ બધું પણ પુસ્તક અને મનુષ્ય વચ્ચે બંધાયેલઆ પ્રેમભાવ અતૂટ છે અને આ સંબંધ અમર રહેશે અને ભૌતિક સ્વરૂપ પુસ્તકો કોઈ પણ સમયે ટ્રેન્ડ માં રહેશે જ. .
તો ચાલો જોઈએ આવા FREE BOOKS ક્યાંથી મળી રહેશે અમેઝોન આપને ખરીદી માટે વાપરીએ છીએ પણ એમાં તમે જો ખ્યાલ હશે તો BOOKS માટે એમને અલગ AMAZON KINDLE બહાર પાડ્યું છે. આ પ્લેટફોર્મ પર થી તમે BOOK DOWNLOAD કરી વાંચી શકો છો. એમાં ઘણી બધી FREE BOOKS પણ રહેલી છે જે આપ નિઃશુલ્ક વાંચી શકો છો.અને NATINAL DIGITAL LIBRARY જેવા પ્રયાસ પણ થઈ રહ્યા છે જ્યાં તમને UNIVERSITY LIBRARY નીબધી books free મા મળી રહે છે તો આપ ત્યાંથી પણ પુસ્તકો મેળવી શકો છો. આશા છે આપને કંઈક નવું જાણવા મળ્યું હશે અને આવું નવીન અને તાજા લેખ વાંચવા જોડાયા રહો અમારી સાથે . .