Best of Banaskantha Tourism in Banaskantha

મીની અયોધ્યા – કટાવ ધામની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં

Mini Ayodhya - Katav Dham complete information in Gujarati
Written by Kalpana Parmar

શું તમે શોધી રહ્યા છો – Mini Ayodhya – Katav Dham complete information in Gujarati

પછી તમે યોગ્ય સ્થાને છો.

The Complete and Official Information of Mini Ayodhya – Katav Dham complete information in Gujarati

Mini Ayodhya – Katav Dham complete information in Gujarati

બનાસકાંઠાના છેવાડે આવેલ સૂઇગામ તાલુકાનું એક રળિયામણું ગામ કટાવ , જે ભાભરથી ૧૧ કીમી. ની દુરી પર સ્થિત છે ,જ્યા રામચંદ્ર અને વિશ્વકર્માનું મંદિર આવેલ છે , જે મીની અયોધ્યા તરીકે પ્રસિદ્ધ છે. ઘણા લોકો તેને ખાખીજી મહારાજ કટાવ ધામથી પણ ઓળખે છે. અહી ખાખીજી મહારાજની તપોભૂમિ આવેલ છે.

ખાખીજી મહારાજ ૧૮૮૫માં ભારત ભ્રમણ કરતા કટાવ ધામ પહોંચ્યા હતા , તેમને આ ભૂમિ અલૌકિક લાગતા આંબલી નીચે બેસીને તપસ્યા કરી હતી , અત્યારે પણ એ આંબલીની મહિમા અપરંપાર છે , ભક્તોની શ્રદ્ધા એ આંબલી સાથે જોડાયેલી છે . વરસો જૂની એ આંબલીના દર્શન માટે હજુ પણ ગુજરાત ભર થી અહી શ્રદ્ધાળુ આવે છે. ખાખીજી મહારાજનું સાચું નામ બજરંગદાસજી મહારાજ હતું , તેઓ રામચંદ્રના પરમ ભક્ત શ્રી કમલદાસજી મહારાજના શિષ્ય હતા. બજરંગદાસજી મહારાજ શરીર પર ભસ્મ લગાવતા હોવાથી તે ખાખીજી મહારાજ તરીકે પ્રચલિત થયા હતા. ખાખીજી મહારાજના તપ થકી અહી રામજી મંદિરનું નિર્માણ થયું હતું. આ મંદિરને રામ નામ મંત્ર મંદિર પણ કહેવાય છે અને એવું પણ કહેવામાં આવે છે કે પહેલું રામ નામ મંત્ર મંદિર નેપાળમાં બન્યું હતું અને એના પછી આ બીજું એવું સ્થાન છે જ્યાં રામ નામ મંત્ર મંદિર સ્થાપિત થયું હોય . અહી રામ નામ મંત્ર બાવીસ અજબથી પણ વધુ વાત લખવામાં આવેલ છે અને તે પ્રકિયા હજુ પણ ચાલુ છે. મંદિરના પગથિયા પર ,દીવાલો પર બધે જ રામ નામ લખેલ છે. અહી આવ્યા શ્રદ્ધાળુ રામ નામ લખીને જાય છે. રામ મંદિર સિવાય અહી વિશ્વકર્મા મંદિર પણ સ્થિત છે. છેલ્લા ચાલીસ વરસથી અહી રામધૂન ચાલુ છે. ૩૧ એવા ગામ છે જ્યાના લોકોએ આ રામધૂન ગાવામાં ભાગ લીધો છે અને તે એને ૪૦ વરસથી ચલાવી રહ્યા છે.

ગામમાં પ્રવેશ થતાની સાથે જ એક ગેટ આવે છે ,તેના પછી મંદિરમાં પ્રવેશતાની સાથે જ મંદિર ! અને મંદિરની બાજુમાં તળાવ પણ આવેલ છે જે રળિયામણું લાગે છે. મંદિર આગળનું આંબલીનું ઝાડ ,જેની સાથે ભક્તોની શ્રદ્ધા જોડાયેલી છે. એવું કહેવામાં આવે છે કે ખાખીજી મહારાજની આજ્ઞાથી આંબલીનું ઝાડ હજુ બાળ અવસ્થામાં જ છે. ૨૦૦ વરસ થવા છતાં ઝાડ હતું એટલું જ છે. ખાખીજી મહારાજે ૮૦ વરસ સુધી આ જ આંબલી નીચે બેસીને તપસ્યા કરી હતી એવું માનવામાં આવે છે અને રાત્રે ભજનમાં નિદ્રા તેમને અવરોધ ના નાખે એટલે પોતે તેમની જટા આંબલીની ડાળ સાથે બાંધીને રાખતા , આંબલી મોટી થતી એનાથી તેમને જટા બાંધવામાં તકલીફ થતી ,ત્યારે તેમને આંબલી ને ના વધવાનો આદેશ આપ્યો હતો અને આંબલી એ તે આગ્રહને માનીને હજુ સુધી હતી એટલી જ બાળ અવસ્થામાં છે. તપસ્વીના આગ્રહથી તો ઝાડ પણ પોતાની ઉત્પતિ રોકી દે છે. એવા ખાખીજી મહારાજની આ તપોભૂમિ છે કટાવ ગામ !

કટાવ ધામમાં ભક્તો માટે ભોજન વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે . જય રોજ શ્રદ્ધાળુઓ ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરે છે અને ગાયો માટે ગૌષાળા પણ બનાવવામાં આવેલ છે જ્યા ગાય માતાની સેવા થાય છે. રામ ધૂન અહી હંમેશા ગુંજતી જ રહેતી હોય છે. કટાવ ધામનું ભક્તિમય વાતાવરણ કોઈ બીજી જ દુનિયામાં લઈ જાય છે અને રામ મંત્રથી આત્માને શાંતિ આપે છે. રામ નામ મંત્ર મંદિરની સામે એક બીજું રામ મંદિર છે , રામ મંદિરમાં આપણે જોઈએ છીએ તેમ રામ લક્ષ્મણ અને સીતા હોય છે પણ અહીંના મંદિરમાં રામ અને સીતા જ છે. આખા ગુજરાતમાં કટાવ ધામનો મહિમા છે. અહી આવેલ ભક્તોની ઈચ્છા પૂરી થાય છે એવું માનવામાં આવે છે. શ્રદ્ધાળુ આંબલીના ઝાડને પણ પ્રસાદ ચડાવે છે.અહી ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવે છે ,તે ખાખીજી મહારાજની જયંતિ તરીકે ઉજવાય છે અને એના સિવાય , રામ નવમી અને વિશ્વકર્મા જયંતિ પણ ઉજવાય છે. દર પૂનમના દિવસે પણ અહી મેળો હોય તેવો જ માહોલ જોવા મળે છે. મંદિરમાં દીવાલો પર રામ ભક્તોના ચિત્રો પણ છે અને મંદિરની બહાર રામજીના પરમભક્ત હનુમાનજીની પ્રતિમા છે અને રામાયણ લખનાર તુલસીદાસની પણ પ્રતિમા છે.

બનાસકાંઠાની ભૂમિમાં સંતોનો મહિમા અનેરો છે. કટાવ ધામ એમાં સાક્ષી પુરાવે છે. શ્રી રામચંદ્રજીની ધૂનમાં મગ્ન કરી દે એવું છે આ મીની અયોધ્યા !

About the author

Kalpana Parmar

Kalpana Parmar is Navodayan, Poetry Writer, Educational, Travel Blogger of Banaskantha.Online. She provides you First & Fast Updates on Travel Information, Educate People through some tips and Tricks.

Leave a Comment

%d