Best of Banaskantha Tourism in Banaskantha

માં નડેશ્વરીનો ઈતિહાસ , નડાબેટની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં

History of Nadeshwari Mata ,Complete information of Nadabet in Gujarati
Written by Kalpana Parmar

શું તમે શોધી રહ્યા છો – History of Nadeshwari Mata , complete information of Nadabet in Gujarati

પછી તમે યોગ્ય સ્થાને છો.

The Complete and Official Information of History of Nadeshwari Mata , complete information of Nadabet in Gujarati

History of Nadeshwari Mata , complete information of Nadabet in Gujarati

નડાબેટ વિશે તો કદાચ બધા જ લોકો જાણતા હશે , ગુજરાત સરકારે નડાબેટને વિકસાવીને એક પ્રવાસીય સ્થળ બનાવી દીધું છે. બનાસકાંઠાના પછાત વિસ્તારમાં આવેલ આ નડાબેટનો પણ ઈતિહાસ રોમાંચક છે. અત્યારે બી એસ એફ ના જવાનોની બહાદુરી જોવા અને ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર જોવા દિવસમાં લોકોનો મેળો જામેલ હોય છે નડાબેટમાં ! બોર્ડર જોવા જતા અમુક જ લોકો એવા હશે જે નડેશ્વરી મંદિરની મુલાકાત નહિ લેતા હોય.

નડેશ્વરી માતાજીના મંદિરની સંભાળ બી એસ એફના જવાનો દ્વારા જ રાખવામાં આવે છે , એવું કહેવામાં આવે છે કે એકવાર ભારતના જવાનો પાકિસ્તાનથી પાછા ફર્યા નહોતા ત્યારે ત્યાં પ્રાથના કરવામાં આવી હતી અને પછી ભારતીય જવાનો સહી સલામત પાછા આવ્યા હતા ,બસ ત્યારથી બી એસ એફનાં જવાનો જ તે મંદિરની સંભાળ રાખે છે . જૂનું મંદિર ખંડેર થતાં ત્યાં નવું મંદિર પણ બનાવવામાં આવ્યું છે અને મંદિરની બાજુમાં જ ખારેકના છોડનો બગીચો છે ,તેની સંભાળ પણ બી એસ એફ ના જવાનો દ્વારા જ રાખવામાં આવે છે.

ઈતિહાસ – History of Nadabet

એવું કહેવામાં આવે છે કે જૂનાગઢના રાજા રા નવઘણ પોતાની બહેન જાહલને બચાવવા સિંધ જવા માંગતો હતો. જાહલ રા નવઘણી માનેલી બહેન હતી. જાહલ પોતાના પતિ સાથે પાકિસ્તાન ગઈ હતી અને ત્યાં સિંધનો રાજા હમીર તેના રૂપથી મોહી ગયો હતો અને તેના પરિવારને કેદ કરી લીધો હતો. જાહલએ પોતાના ભાઈને ચિઠ્ઠી લખી હતી અને બસ ચિઠ્ઠી વાંચી જૂનાગઢનો રાજા રા નવઘણ પોતાની બહેનને બચાવવા સેના તૈયાર કરી નીકળી પડ્યો હતો. રા નવઘણને સિંધ જવા વચ્ચે દરિયો નડતર રૂપ બનતો હતો, એ સમયે જ્યા નડાબેટનું રણ છે ત્યારે દરિયો હતો ,ત્યારે રા નવઘણે વરવડી માતાજીને પ્રાથના કરી કે તેને રસ્તો કરી આપો ,ત્યારે એને વરવડી માતા મદદ કરવા આવે છે , એમણે રાજાની આખી પ્રજાને ભોજન કરાવ્યું અને કહ્યું કે તું દરિયા વચ્ચે જા, રસ્તો બની જશે અને એમજ માતાજીએ રસ્તો ચીંધ્યો અને રાજાએ પોતાનો ઘોડો એ તરફ વધાર્યો અને બસ હિલોળા મારતા દરિયા વચ્ચે રાજા અને એમની સેના માટે રસ્તો બની ગયો હતો. રાં નવઘણ પોતાની બહેનને સીંધી રાજાથી બચાવીને દેશ લઈ આવ્યો. જે જગ્યાએ સેનાને ભોજન કરાવ્યું હતું ત્યાં જ નડેશ્વરી માતાનું મંદિર બનાવવામાં આવ્યું. રા નવઘણે જ મંદિરની સ્થાપના કરી. એવી માન્યતા છે કે માતાજી એ સરહદ પર લોકોની રક્ષા કરે છે. અત્યારે પણ માતાજી હાજરા હજૂર હોય તેવું માનવામાં આવે છે

રણ વચ્ચે હોવા છતાં નડેશ્વરી મંદિરમાં મીઠું પાણી આવે છે . રામ નવમીના દિવસે દર વરસે મેળો યોજવામાં આવે છે અને માતાજીના હજારો ભક્તો દર્શનાર્થે આવે છે. માતાજીની આરતીમાં પ્રસાદમાં બધે જ બી એક ઈફના જવાનો જોવા મળે છે. મંદિરમાં નિઃસુલ્ક ભોજન વ્યવસ્થા પણ છે. જે પણ માતાના દરબારમાં આવે ભૂખ્યું જતું નથી. ત્યાં અમુક ધાર્મિક પુસ્તકો પણ મળે છે.

હવે ક્યારેય પણ નડાબેટ બોર્ડર જવાનું થાય નડેશ્વરી માતાજીના મંદિરની મુલાકાત અવશ્ય લેજો.

About the author

Kalpana Parmar

Kalpana Parmar is Navodayan, Poetry Writer, Educational, Travel Blogger of Banaskantha.Online. She provides you First & Fast Updates on Travel Information, Educate People through some tips and Tricks.

Leave a Comment

%d