Gujarat

Gujarat in Tokyo Olympic Games One Hope 2021

Gujarat in Tokyo Olympic Games One Hope 2021
Ronak
Written by Ronak Ahir

ઓલિમ્પિક અને ગુજરાત ની આશા . .

For-Gujarat-an-Olympian-is-Hope

જો તમે પણ મારી જેમ આસપાસ થતી ઘટનાઓ જાણવા ના ઇચ્છુક હસો તો સવાર સવાર માં એકાદછાપુ (અખબાર ) ફેન્દી નાખતા હશો.પણ મારા જેવા ની એક છાપાં માં તરસ ના છીપાય એટલે સંદેશ દિવ્યભાસ્કર, નવગુજરા સમયગુજરાત સમાચાર વગેરે વગેરે જેવા દૈનિક વાંચ્યા વિના તો જાણે આપનો નાસ્તો ગળે ના ઉતરે એટલે દિવસ નો પહેલો એક કલાક તો છાપાં માટે રોજ નો બાંધેલો .જો તમે પણ આ છાપાં વાંચતા હસો તો એક શબ્દ તમારા ધ્યાન માં આવતો હસે એ છે TOKYO OLYMPIC . તોચાલો આજ જાણીએ સુ હોય આ Olympic અને તેમાં આપણા ગૌરવવંતા ગુજરાત અને ભારત નો શું ફાળો રહેલ છે અને થોડા દિવસો બાદ શરૂ થતાં Olympics નીઅંદર ભારતની સુ સ્થીતી રહેલી છે અને કોણ આપના ગુજરાત માંથી આ ઓલિમ્પિક માટે જઈ રહ્યું છે

શું હોય છે આ ઓલિમ્પિક ગેમ્સ ..?

Gujarat in Tokyo Olympic Games One Hope 2021

આ ગેમ્સ ના મુળિયા છેક ૩૦૦૦ વરસો પહેલા ગ્રીસ દેશ માં જોવા મળે છે ત્યાર બાદ આ રમતો બહુ લાંબા સમય સુધી બંધ રહી અને પછી જ્યાર થી આ રમતો ચાલુ થઈ એને જ આપને આધુનિક Olympics  કહીએ છીએ. પહેલી વહેલી Olympics ma બહુ ઓછાં દેશો અને પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધેલ હતો .ત્યાર બાદ સમય વિત્યો તેમ આમાં પણ બદલાવો આવતાં ગયાં અને આજે Olympics ને દુનિયા ની સૌથી લોકપ્રિય રમતગમત જગત ની ઇવેન્ટ માંથી એક છે . Olympic માકોઈ મેડલ જીત્યા એટલે જાણે જગ જીત્યા એવું કહી શકાય.

ઓલિમ્પિક એ એક એવું ક્ષેત્ર દે જ્યાર દુનિયા ના પ્રત્યેક દેશ પોતાના દેશ રમત ગમત શક્તિનું પ્રદર્શન કરે છે.અને હવે તો જાણે Olympics માં મેડલ જીતવું એદરેક દેશ માટે આબરૂ બચાવવા જેવું થઈ ગયું છે અને મેડલ ની સંખ્યા પર થી દેશ માં રમત ગમત ના ક્ષેત્ર ના વિકાસ નો કયાસલગાવાય છે. Olympics Na ધ્વજ માં પાંચ કુંડાળા રહેલા છે જે દરેક. કુંડાળા અલગ અલગ રંગ જેવા કે ભૂરો કલો પીળો લીલો અને લાલ જે દુનિયા ના પાંચ મહાખંડને દર્શાવે છે . Olympics દર ચાર વર્ષે યોજાય છેએ નિયમ પ્રમાણે આ વખતે પણ ૨૦૨૦ જાપાન ના ટોક્યો શહેર ખાતે યોજાવાની હતી પરંતુ કોવિડના કારણે તેને પણ પાછળ ઠેલવી પડી છે જે હવે ૨૦૨૧માં યોજાશે ..

ઓલિમ્પિક અને ભારત:

India in Tokyo Olympic

ભારત પણ આ વખતે ઓલિમ્પિક માં ભાગ લઈ રહ્યું છે અને ખેલાડીઓ પોતાની રમત ની તૈયારી ખંતપૂર્વક કરી રહ્યા છે.આશા રાખીએ કે ભારત વધારે અને વધારે મેડલ જીતે અને પૂરી દુનિયા માં આપના દેશ નો ડંકો વાગે .ભારત માટે આ પેલી વાર નથી. ભારત ભૂતકાળ માં મેડલ જીત્યું છે પણ આપણી જે ક્ષમતા મુજબ મેડલ જીતો ત્યારે સાચા અર્થ મા ભારત નો ઓલિમ્પિકમાં ભાગ લેવાનો કંઇક ફાયદો થશે. તો ચાલો જોઈએ અત્યાર સુધી કોણ એવા વિરલા અને તારલાઓ છે જે પોતાના કૌશલ દ્વારા ભારત ને ગૌરવ અપાવી ચૂક્યા છે.અને દુનિયા ને આભાસ કરવી ચૂક્યા છે કે ટાઈગર અભી જિંદા હૈ…

  • ભારતીય હોકી ટીમ દ્વારા આપના દેશ માટે અત્યાર સુધી અધધધ કહી સકાય એટલાં કુલ ૮ગોલ્ડ મેડલ ૧ સિલ્વર મેડલ અને ૩ બ્રોન્ઝ મેડલ અપાવીને ભારત નું નામ વિશ્વમાં સુવર્ણ અક્ષરે અંકિત કરી દીધું છે.
  • ૧૯૯૬ના એટલાન્ટા Olympics ma Tennis ખિલાડી લિએન્ડરપેસે ભારત ને બ્રોન્ઝ મેડલ અપાવી દેશ નું નામ રોશન કર્યું હતું
  • ૨૦૦૪માં પૂર્વખેલ મંત્રી અને ભાજપ નેતા રાજ્ય વર્ધનસિંહ રાઠોડ દ્વારા દેશ ને એક માત્ર સિલ્વર મેડલ જીતી દેશ નું ગૌરવ વધાર્યું હતું.
  • ૨૦૦૮ બેઇજિંગ Olympics ભારત માટે બહુજ ખાસ હતું કેમ કે ત્યારે ભારત ને અભિનવ બિન્દ્રા દ્વારા દેશ ને પ્રથમ વ્યક્તિગત ગોલ્ડ અપાવી અને ઇતિહાસ રચી દીધો હતો..
  • ૨૦૧૨ લંડનખાતે યોજાયેલા Olympics ma ભારતે ૨ સિલ્વર અને ૪ બ્રોન્ઝ સાથે એક સન્માન જનક સંખ્યા માં મેડલ જીત્યા હતા
  • ૨૦૧૬ના રિયો ઓલિમ્પિક્સમાં માં ભારત નું પ્રદર્શન નિરાશાજન કરહ્યું હતું અને ખાલી ૨ મેડલ ૧ સિલ્વર અને ૧ બ્રોન્ઝ પી વી સિંધુ અને સાક્ષી મલિક દ્વારા જીત્યા હતાં

Tokyo Olympics : Bharat Ane Gujarat

Olympic Lead Photo 2021

હવે આખરે એ સમય આવી જગયો છે. જેનો આપણે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ ટોક્યો OLYMPICS યોજવા જઈ રહ્યો છે કેટલીયે મુશ્કેલી કેટલીયે બાધાઓ આવી છતાં પણ આજે આ પડકાર જીલીને એક થઈ જીવન માં ખુબ જરૂરી આ રમત ના મહાપર્વ ને ખોબે ને ખોબે વધાવી રહ્યું છે.તો ચાલો જોઈએ એમાં કોણ આપણા ગરવી ગુજરાત ની શાન વધારી રહ્યું છે અને કોણ ત્રિરંગા ને શાન સાથે જાપાન માં લહેરાવી રહ્યું છે .

૧.અંકિતા રૈના :

Ankita Raina Olympics

તેઓ ના ભાગ્યે ગુજરાત ના પ્રથમ મહિલા ઓલિમ્પિક ખેલાડી નું એ મોરપીંછ ઉમેરાઈ ગયું છે તેઓ સાનીયા મિર્ઝા સાથે ટેનિસ ડબલ માં ભાગ લેવાના છે.તેઓ ઓએનજીસી કર્મચારી પણ છે અને હવે જ્યારે વિશ્વ કક્શાએ ભારત નું પ્રતિનધિત્વ કરી રહ્યા છે ત્યારે આનંદ અપાર હોય તે સ્વાભાવિક છે.તેઓ માટે ફાયદો એ છે કે અત્યારે તેઓ ભારત મહિલા રેકીંગ અને ડબ્લુસ રેન્કિંગ બંને માં પ્રથમ ચાલી રહ્યા છે ત્યારે તેમનો આત્મવિશ્વાસ આસમાને હોય એ પાકું છે.

૨. માનાપટેલ … સ્વીમીંગ

Maana Patel Gujarati Swimmer

તેમના માટે ગર્વની વાત એ છે તેઓ પ્રથમ ભારતીય મહિલા છે જે ભારત તરફ થી સ્વિમિંગમાં ભાગ લેશે કુલ ત્રણ ભારતીયો પસંદ થયા છે તેમના એક આપણી ગુજરાત ની સિંહણ માના પટેલ પણ છે તેમને આ લોકડાઉનમાં ઘણી મુશ્કેલી વચ્ચે જ્યારે બધાં સ્વિમિંગ પુલ બંધ હતા એવા કપરા સંજોગોમાં પણ પોતે હિમ્મત હાર્યા વિના એક અડગ ગુજરાતી ની ઓળખાણ આપી છે .તેમનું સેલેકશન યુનિવર્સિટી કવિતા હેઠળ થયું છે ફી ના નામ ની સંસ્થા દ્વારા પ્રમાણિત કરાયું છે.

ગુજરાત ના Olympics યજમાની માટે માં પ્રયાસો

Mana Patel in Tokyo Olympics

આપના દેશ ને વડાપ્રાનપદ નરેન્દ્ર મોદી દ્વારા એક સપનું જોવાયું છે કે આપનું ગુજરાત નું અમદાવાદ પણ ઓલિમ્પિકની યજમાની કરે અને આ માટે થઈ ને તેમને સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનવાની ઘોષણા પણ કરી દીધી છે.

અને આશા રાખીએ કે નજીક ના સમય માં આ સપનું સાકાર થાય અને ગુજરાતીઓને પ્રત્યેક રીતે ઓલિમ્પિક જોવાનો લહાવો મળે .અને સાથે આપના ભારતીયો અને ગુજરાતી વીરલાઓ ટોક્યો માં જઈ ભારત નું નામ રોશન કરે અને મેડલ જીતી લાવે ….

About the author

Ronak

Ronak Ahir

Navodayan, Writer, Traveller An avid Quoran who striving to become The best version of Himself.

Leave a Comment

%d