Gujarat

Gujarat Ane Sarkari Naukri 2021 – Some Hidden Facts

Gujarat Ane Sarkari Naukri 2021 - Some Hidden Facts
Ronak
Written by Ronak Ahir

ગુજરાત અને સરકારી નોકરી ( Gujarat Ane Sarkari Naukri 2021 )

હાલના સમયમાં જો તમે કોઈ પણ ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીને પૂછશો કે તમે આગળ શું કરવાના ? તો પાંચમાંથી ત્રણ છોકરા એવા મળશે જેમનો જવાબ હશેકે મારે તો હવે તૈયારી કરવાની છે. આ તૈયારી એટલે જ એટલે જ કે ગુજરાત સરકાર દ્વારા અને ભારત સરકાર દ્વારા પડતી સરકારી ભરતીની નોકરી ની તૈયારી. સરકારી નોકરી લેવા માટે આજકાલ જાણે રાફડો ફાટીપડ્યો નીકળ્યો હોય એવી સ્થિતિ છે.

આ સ્થિતિ પાછળ નું મુખ્ય કારણ બેરોજગારીછે.અત્યારે લોકો ની સંખ્યા વધારે અને નોકરી ની સંખ્યા ઓછી છે.એટલે લોકોને એક સુરક્ષિત વિકલપ તરીકે સરકારી નોકરી જ દેખાઇ રહી છે.

આંધળી દોડનું પાછડનું કારણ…

Mukharjee Nagar Delhi 2021

ગુજરાત માં હજુ તો આ એક શરૂઆત કહી શકાયજો તમારે વાસ્તવિકતા જાણવી હોય તો બિહાર ઉત્તરપ્રદેશ કે Delhi (Mukharjee Nagar) જવું પડે …આના પાછળ નું કારણ છે કે એમના જોડે  બીજો કોઈ રસ્તો નથી કમાવાનો અને પેટ નોખાડો પુરવા માટે પણ તરફડીયા મારવા પડે છે .આથી કરીને તેઓ સીધી દિલ્હી તરફ દોટ મૂકે છે અને જીગરજાન લગાવીને તનતોડ મહેનત કરીને સરકારી નોકરી શોધવા મથે  છે ..આવું જ ચિત્ર કંઇક હવે ગુજરાત માં ઉપસી રહ્યું છે .

વિદ્યાર્થીઓ હવે કોલેજનો અભ્યાસ અધવચ્ચે મૂકીને સરકારી નોકરી ની લાલચ માં GANDHINAGAR માં ધામાં નાખે છે .આનું મુખ્ય કારણ છે સ્નાતક થયા પછી પણ જો તમારે job માટે ફાંફાં જ મારવાના હોય તો પછી GRADUATION ની ડીગ્રી પાછળ સમય વેડફવા માં  વિધાર્થીયો ઓછો રસ દાખવે છે .અન્ય કારણ એ પણ જાણવા મળે છે કે સરકારી નોકરીની આજ સમાજમાં એક ધાક બેસી ગઈ હોય એવું લાગે છે .

અત્યારે હાલ જ્યારે કોરોનાકાલ ની અંદર કેટલાય ના રોજગાર ગયા કેટલાય ની રોજી રોટી છીનવાય ગઈ કેટલાક નેઅદ્ધવચ્ચે થી જ નોકરી પર થી છૂટા કરી મુકાયા ત્યારે પણ એક અડીખમ અને અડગ રીતે જો કોઈ ઊભી શક્યું હોય તો એ માત્ર ને માત્ર government servant હતાં. જેમને પોતાનું કાર્ય ખંતપૂર્વક કર્યું અને નોકરી જવાના ડરનો તો સવાલ જ નથી ઊભો થતો ..

ત્રીજું કે આજ કોઈ નાની થી મોટી સરકારી નોકરી કરતા વ્યક્તિ ને દરેક જગ્યા પર માનઆદરથી જોવામાં આવે છે એની એક અલગ છબી ઉભરાઈ આવે છે આ કારણે જઆ અંધારી રાત માં ચમકતા સિતારા ને પામવા માટે જ આજના વિદ્યાર્થીઓઆંધળી દોટ મૂકી રહ્યા છે ..

YOU TUBE અને Telegram : એક ક્રાંતિ

Telegramઅને YOU TUBE

Gujarat Ane Sarkari Naukri – હાલના સમયમાં ભાગ્યેજ કોઈ એવી એકેડેમી અથવા coaching institute હશે જે અત્યાર ના સમય માં યૂટ્યુબ અને ટેલીગ્રામ પર ઉપલબ્ધ નહિ હોય ઉપસ્થિતિનું મુખ્ય કારણ છે . માર્કેટ માં ટકી રહેવા માટે ની ગળાકાપ સ્પર્ધા .આ પ્લેટફોર્મ જ થકી તેઓ KUTCH ના કોટેશ્વર થી લઇ ને વલસાડના Vapi સુધી એમનું સાહિત્ય અને શિક્ષણ પહોંચાડેછે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીના મોબાઈલ માં એવું બની શકેકે આજના સમય માં એ વોટસએપ અથવા ઈન્સ્ટાગ્રામના વાપરતા હોય પણ ભાગયે જ કોઈ એવો વિદ્યાર્થી મળે જે ટેલીગ્રામના વાપરતો હોય..

એનું મુખ્ય કારણ છે ટેલીગ્રામ આજ કોઈ વિશાળ લાઈબ્રેરી કરતા પણ વધારે પુસ્તકો PDF રૂપે ધરાવે છે જે  વિદ્યાર્થી ની તૈયારી ને સરળ બનાવી દે છે ઘણાં GPSC પાસ અઘિકારી પોતાની ચેનલ બનાવી માર્ગદર્શનપૂરું પાડે છે. YOUTUBE માં એટલાં બધા સારા લેકચર અને વિડિયો રહેલા છે જે લાખો રૂપિયા ની ફીસ ભરતાં પણ શાયદ ના મળી શકે .આમ ટેલીગ્રામ અને યૂટ્યુબ એક ક્રાંતિની શરૂઆત તો કરી દીધી જ છે.હવે જોવું રહ્યું કે કેટલી હદસુધી સફળતા સાંપડે છે ..

GANDHINAGAR અને SPIPAનું મહત્ત્વ ….

Gandhinagar and Spipa government job preparation

સામાન્યતઃ લોકો કહેતા હોય છે કે તૈયારી કરવા માટે તમારે ગાંધીનગર અથવા બીજે ક્યાંય જવાની જરૂર નથી પડતી. જો ધગસ હોય તો ઘર બેઠે પણ પરીક્ષા પાસ કરી શકાય..હા ,આ લોકો એમની રીતે સાચા છે કે ઘર બેઠે પણ શકય છે.પણ એ પણ જાણવું રહ્યું કે ઘણાં પાસે આ સુવિધાના પણ હોય અને હોય તો પણ તેઓ તેમની પૂર્ણ ક્ષમતા નો ઊપયોગના કરી શકતા હોય . ગાંધીનગર અથવા બહાર બીજે ક્યાંય પણ રહેવાનું મહત્વ એ છે કે ત્યાં તમારા જેવા બીજા હજારો યોદ્ધાઓ પોતાની તલવાર ની ધાર ચમકાવતા હોય તો તમે એમને જોઈને ને બેશક તમારી તલવાર ને હાથ માં લઈને બેસી તો નથી જ રહેવાના.ઘરે હોવ એટલે તમારે ફલાણું ધીકનુંનાનું મોટું કામ અને નાના મોટી અડચણ આવ્યા જ કરે .જ્યારે ગાંધીનગર માં તમારી સવાર જ ચા ની કીટલી ઉપર કરંટઅફેર ના ની ચર્ચા થી થાય .

હજૂ ચા ની ચૂસકી અડધી લીધી હોય ત્યાં તો સવાર માં સાત ના ટકોરે લાઈબ્રેરીના દ્વારા ખુલી જગયા હોય.અને બપોર અને સાંજ ના ટિફિન તો ટિફિન વાળોભાઈ તમારી લાઈબ્રેરીના દરવાજે જ આપી જતો હોય છે એટલે બહાર જવાની પણ કોઈ માથાકૂટ નઈ .અને જોઈતી પુસ્તક અને સામગ્રી બહુ ટૂંકા અંતરે મળી રે એટલે બસ ચિંતા એક તમારે વાંચવાની રે ..

વાત રહી સ્પીપાની તો બસ ત્યાં ની લાઈબ્રેરી અને વાતાવરણ જોઈ લીધું તો તમે ખુદ સમજી જશો કે શું કારણ છે કે દર વખતે ૧૫ થી ૨૦ વિદ્યાર્થીઓ UPSC  પાસ થવા પાછળ નું કારણ શું છે..હાલ માં નવી ખુલેલી PRAGNAPEETHAM (Guj.uni) sujioupsc(સૌરાષ્ટ્રયુનિ) અને મમતા એકેડેમી (ksv uni.) પણ સારી સુવિધા સાથે સારું માર્ગદર્શન આપી રહી છે..બસ જરૂર છે આપની ઇચ્છા શક્તિ અને મહેનત ની ..

GPSC અને દિનેશ દાસાસાહેબ….

GPSC Chairman Dinesh Dasa 2021

જ્યાર થી GPSC ના ચેરમેન તરીકે દિનેશ દાસા સાહેબ ની નિમણુક થઈ છે. ત્યાંથી એવું લાગે છે જાણે નોકરી નું પુરઆવ્યું હોય .દાસા સાહેબ જો કેલેન્ડરબાર પાડી દીધું એટલે સમજી જવાનું આ ભરતી માં ૯૯.૯૯ ટકા એની સમય મર્યાદા પહેલા પૂરી થઈ જશે. નિયમિત પણે CALL LETTER આવી જશે અને આગળ ના સ્ટેપ જેવા કે મુખ્ય પરીક્ષા અને મૌખિક પરીક્ષા પણ ટાઈમ સર કેવી જશે .સાહેબે કામગીરી માં એટલાં ફેરફાર અને માળખું એટલું સુધર્યાયું છે કે હવે જ્યારે થોડા સમય માં સાહેબ નો કાર્યકાળ પૂરો થશે પછી આ બધું કેવી રીતે ચાલશે.

બીજું કારણ છે એમની સક્રીયતા તેઓ ખુદ વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નો નું નિરાકરણ ઝડપી રીતે ટ્વીટરના માધ્યમ થી જ કરી દેતા હોય છે. જે એમની આગવી વાસ્તવિકતા છે .હજુ તમે ઘરે ના પહોંચો એના પહેલા તમારી OMR સ્કેન થઈ ને તમારા મોબાઈલ માં આવી જતી હોયછે. બસ આજ કારણો છે કે ગુજરાત ના વિદ્યાર્થીના દિલ માં દાસા સાહેબ પ્રત્યે આટલું માનરહેલું છે ..

Aspirants સામે રહેલા પડકારો

Aspirants સામે રહેલા પડકારો

તૈયારી કરવી આમ સહેલી લાગે પણ આ સરકારી નોકરી માં તમારું પાણી માપાઈ જાય છે .કેમ કે જેટલું સહેલુ તૈયારી કરું છું એવું કહેવું એટલે જ અઘરું છે આ પરીક્ષા માં પાસ થવું વરસોની અથાગ મહેનત અને કેટલીય અર્ધનિન્દ્રા વાળી જાગેલી રાતો અને હાથો ની આંગળી સૂઝી જાય એટલી answer writing આ બધું કોઈ એક સાધુ ના તપ થી ઇચ્છું નથી એમાં પણ લાંબી લચક ચાલતી પ્રક્રિયાઓ અને તેમાં પણ બહુ ઓછી જગ્યાઓઆ બધાં વચ્ચે પણ તટસ્થ રહેવું કે કોઈ નાનું સૂનુંકામ નથી પણ તોય કેવાય ને મન હોય તો માળવે જવાય એ રીતે જો ધગશ અને તીવ્ર ઈચ્છા શકિત હોય તો કશુંપણ મેળવી શકાય એવું નથી. ઘર વાળા નું પ્રેસર,પરીક્ષા ની ચિંતા ,ખર્ચ ની ચિંતા આ બધા વચ્ચે પણ અડગ રહી ને એક જામ જોશ થી તૈયારી કરવી એ એક સાહસભર્યું કામ છે..તો બસ માંડી પાડો એક ધ્યેય વાક્ય લઈને કે

“જબ તક ફોડેંગે નહીંતબ તક છોડેગે નહીં”

I Hope you like the Article of the Gujarat Ane Sarkari Naukri 2021 – Some Hidden Facts. If you like then Share to others.

Stay Connected .. Happy Reading.

About the author

Ronak

Ronak Ahir

Navodayan, Writer, Traveller An avid Quoran who striving to become The best version of Himself.

Leave a Comment

%d