Banaskantha News

Banaskantha Community 20 Rules : યુવાનો નહીં રાખી શકે દાઢી, ચૌધરી સમાજમાં ખોટા ખર્ચ ડામવા 20 મોટા ઠરાવ

Banaskantha Community 20 Rules યુવાનો નહીં રાખી શકે દાઢી, ચૌધરી સમાજમાં ખોટા ખર્ચ ડામવા 20 મોટા ઠરાવ

Banaskantha Community 20 Rules:યુવાનો નહીં રાખી શકે દાઢી, ચૌધરી સમાજમાં ખોટા ખર્ચ ડામવા 20 મોટા ઠરાવ

Banaskantha Community 20 Rulesયુવાનો નહીં રાખી શકે દાઢી, ચૌધરી સમાજમાં ખોટા ખર્ચ ડામવા 20 મોટા ઠરાવ

બનાસકાંઠાના ધાનેરા ગામે ચૌધરી સમાજની એક મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં જુદા જુદા 54 ગામના ગોળ ચૌધરી સમાજના લોકો એકઠા થયા હતા. જેમનો હેતુ સમાજમાં જાગૃતિ આવે તેમજ મૃત્યુ અને લગ્ન પ્રસંગે થતા ખોટા ખર્ચાઓ ઉપર કાબુ મુકવામાં આવે એ હતો. સમાજને સુધારવા હેતુ અલગ અલગ મુદ્દા ને ધ્યાને લઈને 20 મુખ્ય ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ વાત એ છે કે યુવાનોને ફેશનેબલ દાઢી રાખવા પર રૂપિયા 20,000 નો દંડ નક્કી થયો હતો.

ધાનેરા: ધાનેરા કોલેજ કેમ્પસ ખાતે 54 ગામ આંજણા ચૌધરી સમાજની એક મોટી અને મહત્વની બેઠક યોજાઇ હતી જેમાં સમાજના આગેવાનો તેમજ હોદ્દેદારો એકઠા થયા હતા. ચૌધરી સમાજમાં જ્યારે લગ્ન પ્રસંગ હોય છે ત્યારે મામેરુ કર્યા પછી બહેનોને ઊભા થઈને દરવાજે ન જવું, જમાઈને પાછા વાળવા ન જવું, મામેરુ મીઠું કરવા ન જવું, મામેરુ ભરાય એટલે જમાઈએ જાહેરમાં કપડાં ન પહેરવા, સસરાના ઘરના કપડા રૂમમાં પહેરીને બહાર આવવું, તેમજ મામેરામાં કડા ભરીને મીઠાઈ આપવાની પ્રથા પણ હાલમાં સમાજ દ્વારા બંધ કરવામાં આવી છે.

સમાજ સુધારણા: ગોળ આજળા ચૌધરી સમાજ દ્વારા પ્રતિબંધ બનાસકાંઠા જિલ્લામાં દરેક સમાજ અત્યારે યુવાનોમાં શિક્ષણનું પ્રમાણ વધે અને સમાજમાં ખોટા ખર્ચ ઘટે તે માટે વિવિધ રિવાજ બનાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને દરેક સમાજ હાલ વ્યસન મુક્તિ બને તે માટે દરેક સમાજના આગેવાનો બેઠકો યોજી સમાજમાંથી વ્યસન દૂર થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં 54 ગોળ ચૌધરી સમાજમાં સમાજ સુધારણા અને સમૂહ લગ્ન લઈને એક બેઠક યોજાઇ હતી.

સામાજિક સુધારણાની પહેલ: જેમાં મોટી સંખ્યામાં ધાનેરા તાલુકાના 54 ગામના ચૌધરી સમાજના અગ્રણીઓ અને યુવકો હાજર રહ્યા હતા. સામાજિક સુધારા અને સમૂહ લગ્ન વખતે સમાજે મોટા પ્રમાણમાં સુધારા કર્યા હતા. ત્યારે એક તરફ ધાનેરા તાલુકામાં પાણીની સમસ્યા છે. ખર્ચા ઉપર અંકુશ રાખવા માટે તેમજ યુવાનોને દાઢી ન રાખવા આગેવાનો દ્વારા સામાજિક સુધારા કરાયા હતા. જોકે સમાજમાં કેટલાક સામાજિક વ્યસનો છે. તેમાં પણ કોઈના મોત પાછળ ખોટા ખર્ચા અથવા વ્યસનમાં થતા ખોટા ખર્ચા પણ બંધ કરાવવાની અને સામાજિક સુધારણા ની પહેલ કરાઈ હતી.

Banaskantha Community 20 Rulesયુવાનો નહીં રાખી શકે દાઢી, ચૌધરી સમાજમાં ખોટા ખર્ચ ડામવા 20 મોટા ઠરાવ

ભારતીય સંસ્કૃતિ: સાથો સાથ ખાસ કરીને જે ચૌધરી સમાજમાં યુવાનો ભારતીય સંસ્કૃતિને ભૂલી રહ્યા છે. ખોટા ખર્ચ કરી અલગ રસ્તે જઈ રહ્યા છે તે અટકી શકે તે માટે ખાસ આ બેઠકમાં યુવાનોને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે સમાજના આગેવાનોએ જણાવ્યું હતું વર્ષોથી ચૌધરી સમાજ એક ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો સમાજ છે. જેના કારણે જે સમાજમાં લગ્ન પ્રસંગ મરણ પ્રસંગ ના સમય દરમિયાન જે સમાજમાં ખોટા ખર્ચ થતા હતા. તેને અટકાવી શકાય તે માટે ખાસ આ બેઠકમાં ચૌધરી સમાજના આગેવાનો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો અને જેનું તમામ ચૌધરી સમાજના લોકો પાલન કરવા માટે અપીલ પણ કરવામાં આવી હતી.

કડક નિયમો બનાવ્યા: ધાનેરા તાલુકાના આંજણા ચૌધરી સમાજ દ્વારા સમૂહ લગ્નને લઈને એક ખાસ બેઠક રખાઈ હતી. જેમાં સમૂહ લગ્નમાં ખોટા ખર્ચા ન કરવા ડીજે પર પ્રતિબંધ અને ફોટા પણ ન પાડવા માટેના કડક નિયમો બનાવ્યા હતા જોકે જે યુવાનો દાઢીઓ રાખીને ફરે છે તે ન રાખવા માટે પણ જાહેરમાં સૂચન કરાયું હતું અને દાઢી રાખનાર સામે સમાજે દંડ કરવાનું પણ નક્કી કર્યું છે. ત્યારે સમાજના ખોટા ખર્ચા વ્યસનો અને બંધ કરવાની હાકલ કરી હતી. દાઢી રાખનાર યુવાનોને એકાવન હજાર જેટલો દંડ વસૂલવાની પણ સભામાં જોગવાઈ કરાઈ છે. જોકે આ નિર્ણયને સમગ્ર ચૌધરી સમાજે આવકાર્યો છે અને જેને લઈને આગામી સમયમાં સમાજમાં થતા ખોટા ખર્ચા બંધ થશે. વ્યસન પર અંકુશ આવશે અને કુરિવાજો દૂર થશે એવું આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.

દીકરીઓના લગ્ન પ્રસંગે પહેલ: ધાનેરા ખાતે 54 ગોળ આંજણા ચૌધરી સમાજની જે બેઠક યોજાઇ હતી. તેમાં ખાસ કરીને સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે અને સમાજમાં જે લગ્ન પ્રસંગ અને મરણ પ્રસંગે ખોટા ખર્ચ વધતા હતા. તે અટકે તે માટે ખાસ આ બેઠકમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ખાસ કરીને યુવા પેઢી શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે માટે 22 જેટલા સમાજ સુધારણા ના અલગ અલગ નિયમો બનાવવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને સમાજમાં જે પ્રથમવાર સમૂહ લગ્ન કરવાનું આયોજન કર્યું છે.

નિર્ણય લેવામાં આવ્યો: સમાજ એકત્રિત થઈ અને આ સમૂહ લગ્ન માં જોડાઈ શકે તે ઉપરાંત જે ખોટા ખર્ચ થતા હતા લગ્ન પ્રસંગે તે પણ ઓછા થશે. તો બીજી તરફ દિકરા તથા દીકરી ના લગ્ન પ્રસંગે જે પાટે બેસાડવાનો જે પ્રથા હતી. તેમાં જે સુધારા કરવામાં આવ્યા છે. તેને લઈને પણ હાલમાં સમાજ આ નિયમને આવકારી રહી છે. ચૌધરી સમાજમાં વર્ષોથી પાટ તથા લગ્નની ચોરીમાં ભાઈ બહેનને રૂપિયા 1100 થી વધારે ન આપવા માટે પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સમાજમાં જ્યારે લગ્ન પ્રસંગ: અગાઉ જે સમાજમાં 11,000 થી માંડીને 51 હજાર રૂપિયા સુધી જે પૈસા આપવામાં આવતા હતા. તે હવે અટકી શકશે જેના કારણે પરિવારમાં જે ખોટા ખર્ચ થતા હતા. તે અટકી શકશે તો બીજી તરફ દીકરીને પેટી ભરવામાં 51,000 થી વધારે ન આપવા માટે પણ સમાજના આગેવાનોએ નિર્ણય લીધો છે. જેને પણ દીકરીઓ સમાજના આ નિર્ણયને બતાવી રહી છે. આ તરફ ચૌધરી સમાજમાં જ્યારે લગ્ન પ્રસંગ હોય છે. ત્યારે મામેરુ કર્યા પછી બહેનોને ઊભા થઈને દરવાજે ન જવું જમાઈને પાછા વાળવા ન જવું, મામેરુ મીઠું કરવા ન જવું, મામેરુ ભરાય એટલે જમાઈએ જાહેરમાં કપડાં ન પહેરવા, સસરાના ઘરના કપડા રૂમમાં પહેરીને બહાર આવવું, તેમ જ મામેરામાં કડા ભરીને મીઠાઈ આપવાની પ્રથા પણ હાલમાં સમાજ દ્વારા બંધ કરવામાં આવી છે, જેને લઇ હાલમાં સમાજ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને પણ બહેનો અને દીકરીઓ બધાવી રહી છે.

About the author

Mentor of Banaskantha

I am Chetan Darji, Professional Blogger from Gujarat India. I Love Blogging and Learn New things in Day by Day. I Teach SEO, Blogging, Computer and Programming Language PHP.

Leave a Comment

%d