શું તમે શોધી રહ્યા છો – Ambaji Temple in Banaskantha Full Information in Gujarati
પછી તમે યોગ્ય સ્થાને છો.
The Complete and Official Information of Ambaji Temple in Banaskantha Full Information in Gujarati
Ambaji Temple in Banaskantha Full Information in Gujarati
બનાસકાંઠા નામ પડતાંની સાથે જ બનાસ નદી યાદ આવશે કે નહીં એની તો ખબર નથી પણ અંબાજી ગબ્બર અને નડાબેટનું રણ જરૂર આંખ સામે આવી જશે ! એક બાજુ ઝરણાનો અવાજ છે તો બીજી તરફ રણની ઉડતી રજકણ છે એવું છે મારું રંગીલું બનાસકાંઠા !
બનાસકાંઠાના દાંતા તાલુકામાં અંબા માં નું ધામ છે અને દર વરસે ત્યાં ભાદરવી પૂનમનો ખાસ મેળો યોજવામાં આવે છે. અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો તેરસ ,ચૌદસ અને પૂનમ એમ ત્રણ દિવસ ચાલે છે . આમ તો અંબાજીમાં ભક્તોની શ્રદ્ધાથી થી રોજ મેળા જેવું જ લાગે છે પણ વરસમાં કાર્તિક ,ચૈત્ર , આશો અને ભાદરવી પૂનમનો મેળો ખાસ અને અનોખો હોય છે. શ્રદ્ધાળુઓ ઠેર ઠેરથી પગપાળા અંબા માંના દર્શને આવે છે . ભાદરવી પૂનમનો મેળો ગુજરાતમાં યોજાતા મેળામાંથી સૌથી વિશાળ મેળામાં નો એક છે. મેળામાં આવતા લોકો અહી ચાચરચોકમાં રાસ ગરબાનું આયોજન પણ કરે છે. અહી અંબાજી મંદિરને સજાવવામાં આવે છે અને ભક્તો માટે જરૂરી સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. વરસાદને વિદાય આપતા ભક્તો અંબાજી પહોંચી જાય છે અને દિવસ રાત જય અંબે… જય અંબે… થી ખાલી અંબાજી જ નહિ પણ આખું બનાસકાંઠા ગુંજી ઉઠી હોય તેવું ભવ્ય લાગે છે. પૂર્ણિમાના દિવસે માતાજીની શોભાયાત્રા પણ નીકળવામાં આવે છે. અંબાજીની એક વિશેષ વાત છે કે અહી કોઈ મૂર્તિની પૂજા નથી થતી પણ “શ્રી વીસાયંત્ર” ની પૂજા કરવામાં આવે છે જેને માતાજીની અંગ માનવામાં આવે છે. પોતાના રોજિંદા જીવનમાં ચાલતી તકલીફો અને વ્યસ્તતાને ભૂલી ભક્તો માં અંબામાં ભાવવિભોર થઈ જાય છે.
બનાસકાંઠાના કોલેક્ટર સહિત અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ બધા જ લોકો મેળામાં કોઈને તકલીફ ન થાય તે માટે કાર્યરત થઈ જાય છે. ઠેર ઠેર પગપાળા યાત્રીઓ માટે કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. યાત્રીઓને તકલીફ ન થાય તે માટે બસ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે .
અંબાજીમાં પણ ભક્તોને તકલીફ ન થાય તેના માટે ખાવાપીવાના વિવિધ સ્ટોર ખોલવામાં આવે છે અને રહેવા માટે પણ સગવડ કરવામાં આવે છે. લાખો લોકો માતાજીના શરણે આવે છે અને ભક્તિમય વાતાવરણ યોજાય છે. એવું માનવામાં આવે છે કે પોષી પૂનમના દિવસે માતાજી પ્રગટ્યા હતા ,ત્યારે પણ અંબાજીમાં મેળો હોય છે પણ ભાદરવી પૂનમનો મેળો વિશાળ હોય છે. ચોમાસું વિદાય લેવાના આળે હોય અને ખેડૂતો પણ નવરા થઈ ગયા હોય એવા સમયે ભાદરવી પૂનમનો મેળો હોય છે એટલે એક એ કારણ પણ હોઈ શકે વધુ ભક્તો આવવાનું ,જો કે ભક્તિમય લોકો કોઈ સમય દેખતા નથી એતો બસ માતાજીમાં પોતાને પરોવી દે છે.
એવું માનવામાં આવે છે કે આ મેળો ૧૮૦ વરસથી પણ વધુ સમય થઈ ગયો હશે ત્યારે આ મેળાની શરૂઆત થઈ હતી. આ વરસે ૨૩ થી ૨૯ સપ્ટેમ્બર સુધી મેળો ચાલવાનો છે જેમાં અંબાજીનો વિવિધ લાઈટ થી સજાવવામાં આવ્યું છે અને સ્વચ્છતાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ભક્તોને પ્રસાદ લેવામાં તકલીફ ન થાય એની માટે ઓનલાઇન મશીન પણ મૂકવામાં આવ્યા છે.
બનાસકાંઠાના કલેકટર ડૉ. વરુણ બરનવાલ ના હસ્તે આ વરસના મેળાની દીપ પ્રગટાવી ઉદઘાટન કરવામાં આવ્યું હતું. અત્યારની વાત કરીએ તો ખાલી અંબાજી જ નહિ પણ આખું ગુજરાત જય અંબે ના નાદ થી ગુંજી રહ્યું છે…..
જય માં અંબે !