Gujarat

All About Saputara Hill Station -Dang Gujarat Tourism

All About Saputara Hill Station - Dang Gujarat Tourism
Written by Kalpana Parmar

સાપુતારા દરિયાના લેવલથી ૮૭૩-૧૦૦૦ મીટરની ઊંચાઈ પર સહ્યાદ્રિ હિલની શરૂઆતમાં ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લામાં  આવેલું છે.ગુજરાત મહારાષ્ટ્રની સરહદ પર આ ડુંગરાળ વિસ્તાર આવેલો છે ,અહીંનું તાપમાન ઓછું જ હોય છે ,આશરે ઉનાળામાં અહીંનું તાપમાન ૩૦ ડિગ્રી જેટલું હોય છે અને ઉનાળા સિવાય આશરે ૧૦ ડિગ્રી જેટલું સામાન્ય રહે છે.


જોવાલાયક સ્થળSaputara Hill Station Best Places

આમ કહેવા જઈએ તો આખું સાપુતારા જ જોવાલાયક છે પણ જો કોઈ જગ્યાના નામ આપવાના હોય તો સનસેટ પોઇન્ટ, સનરાઈસ પોઇન્ટ , રોપ વે ,ઝીપ લાઇન , રોઝ ગાર્ડન , ગિરા ધોધ,સાપુતારા સંગ્રહાલય ,સાપુતારા લેક ,નવાનગર વગેરે જગ્યાઓ છે.પણ જો તમે વરસાદની ઋતુમાં જવાનું વિચારશો તો એવું લાગશે કે વાદળની વચ્ચે ક્યાંક ખોવાઈ ગયા છીએ. એક પણ રસ્તો મળશે નહિ પણ ત્યાંના રહેવાશી લોકો મદદ કરશે અને રસ્તો બતાવશે. 


સાપુતારા સંગ્રહાલય

Saputara sangralay

સાપુતારા સંગ્રહાલય આદિવાસી લોકોની સંસ્કૃતિ અને કલાનું એક અનોખું સંગ્રહાલય છે.અને ડાંગ જિલ્લાના પૂર્વ ઐતિહાસિક સાધનો પણ અહી દેખાડવામાં આવ્યા છે.આદિવાસી લોકોનો પહેરવેશ,દાગીના વગેરેનો સંગ્રહ કરવામાં આવ્યો છે.


સાપુતારા લેક – Sapuara Lake

Saputara Lek

સાપુતારા લેક ડુંગરો વચ્ચે સ્થાપિત એક સુંદર રમણીય સ્થળ છે ,અહી હોડીમાં બેસવાનો આનંદ પણ માણી શકાય છે.અને જો તમે ફોટોગ્રાફી ના શોખીન હોવ તો આ જગ્યા બહુ જ સુંદર છે પણ વરસાદની ઋતુમાં વાદળ અને વરસાદની બુંદો ફોટોગ્રાફી દખલ પહોંચાડશે.

ઝીપ લાઈન – Saputara Zipline

saputara-Zipline

ઝીપ લાઈન એ છેલ્લું સ્થળ છે જ્યાંથી ઉપર વાદળ જ દેખાશે અને નીચે મોટો ખાડો હોય તેવો નજારો જોવા મળશે, પણ ત્યાં સાઈકલ સવારી , રોપવે વગેરેનો આનંદ માણી શકાય.બેસવાની પણ ત્યાં સુંદર વયવસથા કરવામાં આવેલી છે અને ત્યાં ઠંડા વાતાવરણમાં જ્યાં તમારા દાંત કડકડતા હોય તેવામાં ચા ,કોફી,મકાઈનો ડોડો ,મેગી જેવો ગરમ નાસ્તો પણ મળી રહેશે.


સનસેટ પોઇન્ટ અને સનરાઈસ પોઇન્ટ

sunset-point

સનસેટ પોઇન્ટ અને સનરાઈસ પોઇન્ટ બન્ને અલગ અલગ સ્થળ પર આવેલા છે. આપણી કલ્પનામાં આપણે જેવું વિચારીએ છીએ ડુંગર વચ્ચેથી સૂરજની એક કિરણ નીકળતી હોય અને કોઈ ઘાસના તણખલા પર ઝાકળને ચમકાવી વાતાવરણમાં ઉજાસ લાવી દે તેવું જ દૃશ્ય સનરાઈસ પોઇન્ટ પર સવારમાં જોવા મળે છે અને સાંજે જ્યારે આકાશ પોતાના રંગ બદલતું હોય અને સૂરજ વાદળ પાછળ છૂપાતો છૂપાતો ક્યારે ડુંગરની વચ્ચે છુપાઈ જાય તેનો અહેસાસ પણ ના થાય તેવું જ દૃશ્ય સંધ્યા ટાણે જોવા મળે છે.  પણ આ બન્ને પોઇન્ટ પર આ દૃશ્ય ચોમાસા સિવાય બીજી ઋતુમાં જોઈ શકાય કેમકે ચોમાસામાં તો અહી સૂરજ ભાગ્યે જ જોવા મળે છે.

ગિરા ધોધ

Saputara gira dhodh

ગિરા ધોધ સાપુતારા – વઘઈ માર્ગ પર આવેલો છે.જે સાપુતારાથી ૪૯ કિમી દૂર છે. વરસાદ ચાલુ થાય પછી આ ધોધનું સૌંદર્ય કઈક અલગ જ હોય છે. આશરે ૩૦૦ ફૂટની ઊંચાઈથી આ ધોધ સીધો નીચે પડે છે.આ ધોધને ગુજરાતનો નાયગરા કહેવામાં આવે છે. ચોમાસામાં વરસાદ પછી આ ધોધ ખુબજ ભવ્ય દેખાય છે.


આટલી જગ્યા સિવાય અહી રોઝ ગાર્ડન અને સ્ટેપ ગાર્ડન પણ આવેલા છે ,તેની પણ પોતાની આગવી સુંદરતા છે.


વરસાદની ઋતુમાં જો તમે ફરવા જવાનું વિચારી રહ્યા હોય તો મારા ખ્યાલથી પહેલો વિચાર સાપુતારાનો જ આવવો જોઈએ.ટ્રેકિંગ,વરસાદ, આડા અવળા રસ્તા પર વૃક્ષો વચ્ચે ખોવાઈ જવાની મજા ,ધોધ ,તળાવ અને કુદરતની રચેલી સુંદરતા એ બધું જ એકજ જગ્યા પર મળી રહે એટલે તે જગ્યા સાપુતારા.

Which is the best time to visit Saputara?


રીમઝીમ વરસાદની બુંદો ઠંડક આપી રહી હોય , આજુબાજુ વાદળ ધમાચકડી રમી રહ્યા હોય અને હવાનો શપર્શ એક સકારાત્મક ઊર્જા આપી રહી હોય એવી જગ્યા પર મનપસંદ માણસ સાથે જવાની મજા જ અલગ હોય છે.સાપુતારા વરસાદની ઋતુમાં એકદમ તેવું જ દેખાવા લાગે છે.


વાદળની ધુમ્મસમાં બાજુમાં કોણ ઉભુ છે તે પણ દેખાય નહિ ,સાથીદાર પણ ક્યાંય ખોવાય જાય ખબર ના પડે અને અચાનક વાદળ ગાયબ થઈ જાય અને પહાડોનું એ રમણીય દૃશ્ય સ્વર્ગથી પણ સુંદર દેખાવા લાગે.એવામાં ચા અને મેગીની મજા એક અલગ જ પ્રકારની ભાવના જગાવી જાય મનમાં.

About the author

Kalpana Parmar

Kalpana Parmar is Navodayan, Poetry Writer, Educational, Travel Blogger of Banaskantha.Online. She provides you First & Fast Updates on Travel Information, Educate People through some tips and Tricks.

Leave a Comment