Education Materials

પંચાયતી રાજ – Panchayati Raj Short cut Tricks in Gujarati 2021

PANCHAYTI RAJ 2021

પંચાયત રાજ વિશે ટુંકમાં માહીતી

  • પંચાયત રાજ એક એવી સરકારી પ્રથા છે, જ્યાં ગ્રામ પંચાયતો વહીવટનું મૂળભૂત એકમ છે. અહીં ત્રણ સ્તરો છે: ગામ, તાલુકો અને જિલ્લો
  • પંચાયત રાજ શબ્દ બ્રિટિશ રાજ દરમ્યાન ઉદ્ભવ્યો છે. “રાજ”નો શાબ્દિક અર્થ “શાસન” અથવા “સરકાર” થાય છે. મહાત્મા ગાંધીએ પંચાયતી રાજની હિમાયત કરી હતી, કે જ્યાં દરેક ગામ પોતાની બાબતો માટે જવાબદાર હોય. અને આવા હેતુ માટે “ગ્રામ સ્વરાજ” એવો શબ્દ પ્રયોજાયો હતો.
  • કાયદો પસાર થતાં, રાજ્ય સરકારો દ્વારા પંચાયત રાજની પદ્ધતિ સને ૧૯૫૦ થી ૬૦ના દાયકામાં અપનાવવામાં આવી હતી. ૨૪ એપ્રિલ, ૧૯૯૩ ના રોજ ભારતમાં પંચાયતી રાજ માટે બંધારણીય (૭૩મો સુધારો) એક્ટ ૧૯૯૨ બંધારણીય દરજ્જો પૂરી પાડે છે.
  • ૨૪ ડિસેમ્બર સુધીમાં આ અધિનિયમ આઠ રાજ્યોમાં લાગુ પડ્યો: આંધ્ર પ્રદેશ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા અને રાજસ્થાન. હાલમાં, પંચાયતી રાજ પ્રદ્ધતિ નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ અને, બધા કેન્દ્રશાસિત પ્રદેશો(અપવાદ: દિલ્હી)ને બાદ કરતાં સમગ્ર ભારતમાં પંચાયતી રાજ અમલમાં છે.
  • ર પાંચ વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામા આવે છે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સ્ત્રીઓ માટે બેઠકો અનામત રાખવામાં છે. પંચાયતી રાજમાં ત્રી સ્તરીય રચના થાય છે: (૧) ગ્રામ પંચાયત, (૨) તાલુકા પંચાયત, અને (૩) જિલ્લા પંચાયત.
(૧) ગ્રામ પંચાયત

ગ્રામ પંચાયત એ ગ્રામ્ય સ્તરે આવેલ વહીવટી સંસ્થા છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું ગ્રામ્ય કક્ષાનું સ્તર છે. અહીં તલાટી-કમ-મંત્રી, ગ્રામસેવક, સરપંચ અને અન્ય ગ્રામ પચાંયતના સભ્યની બેઠક યોજવામાં આવે છે. ગ્રામ્ય કક્ષાના વિકાસને લગતા કાર્યો અહીંથી કરવામાં આવે છે.

(૨) તાલુકા પંચાયત

તાલુકા પંચાયત એ તાલુકા મથકે આવેલ સરકારી કચેરી છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું બીજુ સ્તર છે. અહીં તાલુકા વિકાસ અધિકારી તેમના સરકારી અધિકારી છે, જેના હસ્તક તાલુકા પંચાયતના કાર્યો થાય છે.

(૩) જિલ્લા પંચાયત

જિલ્લા પંચાયત એ જિલ્લા મથકે આવેલ સરકારી કચેરી છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું તૃતિય સ્તર છે. અહીં જિલ્લા વિકાસ અધિકારી તેમના સરકારી અધિકારી છે, જેના હસ્તક જિલ્લા પંચાયતના કાર્યો થાય છે.

જિલ્લાના મુખ્ય વહીવટી અધિકારી તરીકે કલેક્ટર ફરજ બજાવે છે.

I Hope you like the Article of the પંચાયતી રાજ – Panchayati Raj Short Cut Tricks in Gujarati 2021. If you like then share to others.

Happy Reading.. Stay Connected.

About the author

Mentor of Banaskantha

I am Chetan Darji, Professional Blogger from Gujarat India. I Love Blogging and Learn New things in Day by Day. I Teach SEO, Blogging, Computer and Programming Language PHP.

Leave a Comment

%d bloggers like this: